મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના મકતાનપરથી ખાતર લેવા ગયેલા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE











વાંકાનેરના મકતાનપરથી ખાતર લેવા ગયેલા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતો યુવાન ખાતર લેવા માટે વાંકાનેર આવ્યો હતો અને ત્યાંથી ડબલ સવારી બાઇકમાં તે પરત ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, રાજકોટ સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતા વિક્રમભાઈ સવજીભાઈ રાણીવાડીયા (૩૦) અને આણંદપર ગામે રહેતા સુરેશભાઈ કરમશીભાઈ કેરવાડીયા (૩૩) મકતનપર ગામેથી ખાતર લેવા માટે બાઈક નંબર જીજે ૩૬ એ ૯૪૬૭ લઈને વાંકાનેર બાજુ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિક્રમભાઈ અને સુરેશભાઈને ઇજાઓ થયા હોવાથી ઇજાગ્રસ્તમાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન વિક્રમભાઈ રાણીવાડીયાનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવની નોંધ કરી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને આ બનાવની જાણ કરવાની કવાયત કરવામાં આવી છે અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વિક્રમભાઈને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે અને અકસ્માતના બનાવના લીધે ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News