મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના રાજપર, નસીતપર, થોરાળા અને ચાચાપર પાસે વીજ ધાંધીયાથી ઉદ્યોગકારોને આર્થિક નુકશાન


SHARE







મોરબીના રાજપર, નસીપર, થોરાળા અને ચાચાપર પાસે વીજ ધાંધીયાથી ઉદ્યોગકારોને આર્થિક નુકશાન

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે જોકે ઉદ્યોગિક વિસ્તારમાં અવારનવાર વીપુરવઠો ખોરાવી એટ્લે ઉદ્યોગકારોને નુકસાની સહન કરવી પડતી હોય છે આવો જ ઘાટ હાલમાં મોરબીના રાજપર, નસીપર, થોરાળા અને ચાચાપર વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો સાથે સર્જાઇ રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી એક દિવસમાં બેથી ત્રણ વખત વીજ કંપનીનો વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેના કારણે યુનિટમાં મશીનરી ઉપર કામ ચાલુ હોય છે તે બંધ થાય છે અને તેની સાથો સાથ માલમાં નુકસાની પણ આવતી હોય છે જેથી કરીને કારખાનેદારો દ્વારા અવારનવાર આ પ્રશ્નને ઉકેલવા માટે થઈને વીજ કંપનીના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી તેનો ઉકેલ આવ્યો નથી અને ઉદ્યોગકારો રોજે રોજ નુકશાની સહન કરી રહ્યા છે

મોરબીના રાજપર, નસીપર, થોરાળા અને ચાચાપર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીપેકના અંદાજે ૩૦ થી વધુ કારખાનાઓ આવેલા છે તે ઉપરાંત અન્ય કારખાનાઓ પણ છે જેમાં લોકોને રોજગારી મળે છે જોકે આ કારખાનાઓની અંદર મશીનરી મારફતે જે કામગીરી થતી હોય છે તેના માટે સતત નિરંતર વીજ પુરવઠાની જરૂર પડતી હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં વીજ પુરવઠો દિવસમાં બેથી ત્રણ વખત ખોરવાઈ જાય છે અને વારંવાર ટ્રેપીંગના પ્રોબ્લેમના કારણે ઉદ્યોગકારોને નુકસાન સહન કરવું પડતું હોય છે વધુમાં સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પોલીપેકના યુનિટોમાં હાલમાં મંદીની અસર છે અને બેન્કના લોનના હપ્તા ભરવામાં પણ ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે તે લોકોને કારણ વગરની નુકસાની સહન કરવી પડે છે અને જ્યારે જ્યારે પાવર જાય ત્યારે દરેક કારખાનેદારને ઓછોમાં ઓછા ૨૦ થી ૨૫ હજારનું નુકસાન થાય છે જેથી કરીને આ નુકસાની ન થાય અને વીજ પુરવઠો કાયમી જળવાઈ રહે તેના માટે થઈને અહીંના ઉદ્યોગકારો દ્વારા વીજ કંપનીના અધિકારીઓને ટેલીફોનિક રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ આ વિસ્તારમાં વીજ પુરવઠો નિરંતર મળતો રહે તેના માટેની કોઈ વ્યવસ્થા હજુ સુધી અધિકારીઓ કરી શક્યા નથી જેથી ઉદ્યોગકારોને નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી






Latest News