મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે મોરબી આવેલા વૃદ્ધ ત્રણ દિવસથી લાપતા


SHARE







માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે મોરબી આવેલા વૃદ્ધ ત્રણ દિવસથી લાપતા

મોરબી જિલ્લાના માળીયા (મિં.) તાલુકાના વાધરવા (અર્જુનનગર) ખાતે રહેતા વૃદ્ધ દવા લેવા માટે મોરબી આવ્યા હતા અને બાદમાં ગુમ થઈ ગયા હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા તાલુકામાં આવેલા વાધરવા ગામે અર્જુનનગર વિસ્તારમાં રહેતા સવાભાઈ ટપુભાઈ બાલાસરા આહિર (ઉમર ૬૫) ગત તા.૨૩-૭ ના રોજ ઘરેથી મોરબી હોસ્પિટલે દવા લેવા માટે જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે આવ્યા નથી તેઓએ શરીરે સફેદ કલરના કપડાં પહેરેલા છે અને તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ગુમ હોય આ અંગે જો કોઈને જો કોઈપણ જાણકારી હોય તો એ.જે.બોરીચાના મોબાઈલ નંબર ૯૯૯૮૨ ૬૦૨૧૩ ઉપર માહિતી આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

કાર અથડાયા બાદ મારામારી

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શિવશક્તિ પાર્ક વિસ્તારમાં રહેતા રજત ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૨૯ વર્ષના યુવાનને રવાપર ચોકડી (સ્વાગત ચોકડી) નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યુ હતુ કે કાર અથડાવાનો બનાવ બન્યો હતો અને કાર ટકરાવાના બનેલ બનાવ બાદ ઝઘડો થયા બાદ થયેલ મારામારીમાં ઈજા થતાં રજત પટેલને સારવાર માટે લઈ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા જયેશ ધનજીભાઈ માલકીયા (ઉમર ૨૭) રહે.વિરમગામ જીલ્લો અમદાવાદ ના બાઇકને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધું હતું અને તે અકસ્માત બનાવમાં ઈજા પામેલ જયેશભાઈ માલકીયાને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જેથી સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અકસ્માત બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News