મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં મીઠાની ખેતી કરીને અગરીયાઓ દ્વારા તેના પરિવારનું ગુજરાન  ચલાવવામાં આવે છે ત્યારે તેની રોજીરોટી છીનવાઇ તેવી શ્કાયતા છે જેથી કરીને સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ મંત્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અગરિયા હિત રક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યુ હતું કે, સેટલમેન્ટ પ્રક્રિયામાં રહેલી ખામીના કારણે ૫૦ વર્ષ બાદ પણ મીઠું પકવતા અગરિયાઓને રણમાં જઈને ૮ માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. તેથી ના છુકટેક અગરિયાઓને ગેરકાયદેસરના દુષણનો ભોગ બનવું પડી રહ્યું છે. હાલમાં માળિયા, હળવદ, ધ્રાંગધ્રા, સાંતલપુર, અને પાટડી તાલુકાના ૬૦ જેટલા અગરિયાઓએ તેઓના ધારાસભ્ય પી.કે. પરમાર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને લવિંગજીભાઈને સાથે રાખીને રણમાં જઈને મીઠું પકવવાના અધિકારને કાયમી માન્યતા મળે તે માટે રજુઆત કરેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક નિર્ણય લેવા ખાતરી આપેલ છે






Latest News