મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે


SHARE







વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે

રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે ગઇકાલે વાંકાનેરમાં ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ, વિવિધ સમાજ , વિવિધ વેપારી એસોસિયેશન , જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ , વાંકાનેર શહેર તાલુકાના પ્રમુખ , મહામંત્રી વિવિધ સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નિકુંજભાઈ કોટક સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સાંસદ રાજવીને વધાવવા આયોજન કરવામાં આવ્યું હતું કાલે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે જ્યા વિશાળ સભા યોજાશે. અને શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક , ગ્રીન ચોક , મેઇન બજાર, ચાવડી ચોક થઈ માર્કેટ ચોકમાથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે. સ્ટેચ્યુ ખાતે સભા યોજાશે જ્યા સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું વિવિધ સંગઠન, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે તેમ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.






Latest News