મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ૩૦ જેટલી શાળામાં ગુરુવંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયા


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ૩૦ જેટલી શાળામાં ગુરુવંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયા

સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ૩ જુલાઈથી ૧૨ જુલાઈ સુધી મોરબી જિલ્લાની વિવિધ ૩૦ જેટલી શાળામાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના ૭૪૧૪ બાળકોએ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવા અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાના ધો ૧ થી ૧૨ ના કુલ ૨૪૨ વિદ્યાર્થિઓ તથા ૨૧૭ શિક્ષકોને ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે






Latest News