મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી લેક્સસ કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની 14.66 કરોડની ટેક્સ ચોરીમાં ધરપકડ: ત્રણેય જેલ હવાલે


SHARE







મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને ત ત્રણેયને મોરબીની ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે 14.66 કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં ત્રણ શખ્સોના જામીન નામંજુર કરેલ છે અને હાલમાં જ્યુડીસ્યલ કસ્ટડીમાં મોકલાવામાં આવેલ છે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ સિરામિકના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે કરી હતી અને આજે કોર્ટમાં બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલોએ કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે હાલમાં ઓરલી ઓર્ડર કરીને જામીન અરજી નામંજૂર કરેલ છે આવતીકાલે સાંજે ઓર્ડર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિવિધ પ્રમાણે વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને 14.66 કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી હતી જેથી કરીને સીજીએસટીની ટીમ દ્વારા હાલમાં બે ડિરેક્ટર અને એક એકાઉન્ટ સાઈટ કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે વધુમાં મળતી વિગત પ્રમાણે પેન ડ્રાઈવ, લેપટોપ વિગેરે સાહિત્ય પણ સીજીએસટીની ટીમ દ્વારા કબજે કરીને તપાસ કરવામાં આવી રહી છે અને હજુ ટેક્સ ચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કેસમાં સીજીએસટી વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વાય.પી.જાડેજા, રાજેશભાઈ જલુ અને કાનજીભાઈ ગરચર રોકાયેલ છે






Latest News