મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની વાયરલ થયેલ ઓડિયો ક્લિપને લઈને મોટો ધડાકો


SHARE







મોરબીમાં ધારાસભ્યની વાયરલ થયેલ ઓડિયો ક્લિપને લઈને મોટો ધડાકો

મોરબી પંથકમાં બુધવારે મોડી રાતથી એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે જેમાં માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાતચીત કરતા હોય તે પ્રકારની વાત સાંભળવા મળે છે અને તેમાં ખાસ કરીને મોરબીના રવાપર રોડ ઉપર ફાયરિંગની ઘટના બની તેને લઈને ધારાસભ્ય “હું રાજી થયો છું ગુંડાગર્દી સામે લડવું જોઈએ” તે પ્રકારની વાત કરી રહ્યા છે ત્યારે આ ઓડિયોમાં વાત કરનાર વ્યક્તિ કોણ છે તે સવાલ ઊભો થયો છે કેમ કે, માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખના કહેવા મુજબ તેની ટીમમાં ચાર ઉપપ્રમુખ છે તે ચારમાંથી કોઈએ ધારાસભ્ય સાથે વાત કરેલ હોય તેવું હાલમાં સ્વીકારતા નથી જેથી કોણે વાત કરેલ છે અને કયા ઈરાદા સાથે આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે તે અંગેની માળીયા યુવા ભાજપની ટીમ તેમના સર્કલમાં તપાસ કરી રહી છે

મોરબી જિલ્લામાં મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાત કરવી અને ત્યારબાદ તેના ઓડિયો વાયરલ કરવા તે ઘટનાઓ હવે જાણે કે રોજિંદી બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે થોડા દિવસો પહેલા પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ હાલમાં એક ઓડિયો ક્લિપ ગઈકાલે મોડી રાતથી મોરબીના સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વાત કરી રહ્યા હોય તે પ્રકારનો અવાજ તે ઓડિયો સાંભળવા મળે છે જોકે ખરેખર આ ઓડિયો ક્લિપની અંદર જે અવાજ છે તે કોણ છે ? તે તપાસનો વિષય છે

જો કે, ઓડિયોમાં મોરબીની અંદર છેલ્લા દિવસોમાં બનેલી ઘટના અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમાં ખાસ કરીને મોરબીના રવાપર રોડ ઉપર સુભાષનગર પાસે જે ફાયરિંગની ઘટના બની હતી તેની તેમજ શનાળા રોડે શોપિંગના પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે થયેલ મારામારીની ચર્ચા કરવામાં આવે છે અને ખાસ કરીને ધારાસભ્ય રવાપર રોડે ફાયરિંગની ઘટના બની તેનાથી હું રાજી થયો ગુંડાગર્દી સામે લડવું જોઈએ તે પ્રકારની વાત કરતા હોય તેવું સાંભળવા મળે છે તેની સાથો સાથ આપણી પાર્ટીમાં જ ગુંડા આવી ગયા છે કોંગ્રેસમાં ક્યાં કોઈ છે તેવો પણ અવાજ સાંભળવા મળી રહ્યો છે જોકે આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય સાથે કોણ વાત કરે છે તે તપાસનો વિષય છે

કેમ કે, આ ઓડિયો બાબતે માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓની ટીમમાં ચાર ઉપપ્રમુખ છે અને તે ચાર ઉપપ્રમુખમાંથી કોઈએ પણ ધારાસભ્ય સાથે વાત કરી હોય તેવું હાલમાં તે સ્વીકારી રહ્યા નથી અને ખરેખર આ ઓડિયોની અંદર જેનો અવાજ છે તે કોનો છે ? ખરેખર કોણે વાત કરી છે ? અને શા માટે જાણી જોઈને ઓડિયો કેમ વાયરલ કરેલ છે ? તે દિશામાં હાલમાં માળીયા ભાજપમાં તપાસ ચાલી રહી છે અને કોણે વાત કરી છે તેની માહિતી મળશે તો તેની જાણ કરશે તેવું માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયાએ જણાવ્યુ છે






Latest News