મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરની પાડધરા ચોકડી પાસેથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક પકડાયો: ૩.૦૮ લાખનો મુદામાલ કબજે


SHARE







વાંકાનેરની પાડધરા ચોકડી પાસેથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક પકડાયો: ૩.૦૮ લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડી પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ ચેક કરતા તે ગાડીમાંથી દેશી દારૂ ૪૦૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૦૮,૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ સામે આવ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાડદરા ગામની ચોકડી પાસેથી ઇકો ગાડી નંબર જીજે ૧૩ એએચ ૯૮૫૦ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂનો ૪૦૦ લીટર જથ્થો મળી આવ્યો હોય ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૦૮,૦૦૦ ની કિંમતનો પોલીસે મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી અશોકભાઈ પ્રતાપભાઈ અબાસણીયા જાતે કોળી (૨૦) રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેને દિનેશ ઉર્ફે ભૂરો વન્નાભાઈ કોળી રહે સતાપર તાલુકો વાંકાનેર વાળાએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

વાંકાનેરના ચંદ્રપુર દરગાહ સામે આવેલી યાદવ ગેરેજમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેરેજમાંથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મુક્તાર યાદવ રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News