મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ


SHARE







ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

ટંકારાના મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ ગંભીર અકસ્માતમાં મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અઠડાઈ હતી જો કે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારમાં સવાર ચાર વ્યક્તિમાંથી બેને ઇજા પહોંચી હોય ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિહ ઝાલા (ઉ.વ ૪૦) અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા (ઉ.વ ૩૮) રહે.રાજકોટને નાની-મોટી ઈજાઓ થઈ હોય ૧૦૮ ને જાણ કરતા ટંકારાના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ધાયલને સારવાર સાથે રાજકોટ દવાખાને ખસેડાયા હતા.

રામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેઇલ રોડ ઉપર ઠાકર લોજ પાછળ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા નામના ૨૯ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.અમિતા અગેચાણીયા રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતો હોય અને તેને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા મારામારીના કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વેદ ચંદુભાઈ વરમોરા નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ત્યાં રણમલપુર ગામે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.






Latest News