મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં રહેતી મહિલાનો પરિવારનો માળો વિખાતો હોય અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના રવાપરમાં રહેતી મહિલાનો પરિવારનો માળો વિખાતો હોય અંતિમ પગલું ભર્યું

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે ચડી જવાથી મહિલાનું મોત નીપજયું હતું અને તેની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી હતી દમયાન મહિલા રવાપરની રહેવાસી હોવાનું સામે આવ્યું હતી અને તેના પરિવારનો માળો વિખેરાતો હોવાની તેને પોતાની જાતે અંતિમ પગલું ભરી લીધું હતુ

મોરબીમાં નટરાજ ફાટક પાસે સાર્થક સ્કૂલ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે એક મહિલા ચડી ગઈ હતી જેથી તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવની જાણ થતા પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ મહિલા રવાપર ગામે આવેલ બોનીપાર્કના રહેવાસી શારદાબેન ધનજીભાઇ સેરશિયા (૬૫) હોવાનું સામે આવ્યું હતું જેથી બી ડીવીઝન પોલીસના જે.જે. ડાંગર દ્વારા તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બાબતે મૃતકના પતિની સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, તેને બે દીકરા છે અને બંને દીકરા અલગ રહેવા જવાની વાત કરતાં હોય તે બાબતે લાગી આવતા ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયા હતા અને ત્યાર બાદ તેને અંતિમ પગલું ભરી લીધું હતું

દવા પી જતા સારવારમાં

મોરબીના કેનાલ રોડ યદુનંદનપાર્ક શેરી નંબર-૩ માં રહેતા વિવેક રાઘવજીભાઈ ચૌધરી નામનો ૨૮ વર્ષનો યુવાન મોરબીના શનાળાથી ઘુનડા જતા રસ્તે તળાવ નજીક કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ કયુટોન સિરામિક નામના કારખાનામાં કામ દરમિયાન ઇલેક્ટ્રિક શોટ લાગતા પડી જતા પ્રવીણ ભીખાભાઇ નાટડા (૨૩) રહે.મોટા દહીંસરા તા.માળીયા મિંયાણા વાળાને ઇજા થતા આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવના પગલે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ખાખરાળા ગામે બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા ચિરાગ મૂળજીભાઈ નામના ૩૪ વર્ષના યુવાનને નવલખી હાઇવે ઉપર આવેલ સનાતન હોટલ પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા થતાં સારવારમાં લઈ જવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News