જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવતીના ન્યુડ વિડીયો-ફોટો કર્યા વાયરલ: પોલીસ કોન્સટેબલ સહિત બે શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવતીના ન્યુડ વિડીયો-ફોટો કર્યા વાયરલ: પોલીસ કોન્સટેબલ સહિત બે શખ્સની ધરપકડ

મોરબી શહેર અને જિલ્લામાં ભદ્ર સમાજમાં લાલબત્તી સમાજ અને કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે થોડા સમય પહેલા હળવદમાં જે પ્રકારની ઘટના બની હતી આવી જ એક ઘટના મોરબીમાં પણ સામે આવી છે જેમાં યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વિડીયો કોલ દ્વારા ફરિયાદી યુવતીની જાણ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ મોકલી યુવતી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદીના કુટુંબની સમાજમાં બદનામી કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં બંન્ને આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતી અને આરોપી વચ્ચે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે દરમિયાન ફરિયાદી અને આરોપીઓએ શેર કરેલ ફોટો તેમજ ફરિયાદી અને આરોપી વચ્ચે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે યુવતીની જાણ બહાર આરોપી યુવાને મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં memom54011 યુઝર નેમ( ડીસ્પ્લે નેમ ) વાળા નામથી ફેક આઇ.ડી. બનાવીણે તેમાં ફરિયાદી યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ રહે. ચરાડવા અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૬૯, ૫૦૭ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬ સી, ઇ, ૬૭, ૬૭-એ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ઉપરોક્ત બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દેકાવાડીયા દ્વારા ગુનામાં સંડોવાયેલા હરેશ ઘનશ્યામ ચૌહાણ જાતે દલવાડી (૨૬) રહે.સ્વામિનારાયણનગર શેરી નંબર-૭ હળવદ જી.મોરબી તેમજ સંદીપ વાસુદેવ હડીયલ જાતે દલવાડી (૨૪) રહે.નવા પ્લોટ વિસ્તાર ચરાડવા તા.હળવદ જી.મોરબીની તા.૨-૭ ના બપોરના ૧:૫૦ વાગ્યાના અરસામાં ધરપકડ કરેલ છે અને તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News