મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સંચાલિક સાથે મેન્ટેનન્સની રકમ બાબતે બોલાચાલી કરીને કોમ્પ્યુટર ક્લાસીસમાં કરી તોડફોડ


SHARE







મોરબીમાં મહિલા સંચાલિક સાથે મેન્ટેનન્સની રકમ બાબતે બોલાચાલી કરીને કોમ્પ્યુટર ક્લાસીસમાં કરી તોડફોડ

 મોરબી શહેરમાં આવેલ પારેખ શેરી મેઇન રોડ ઉપર શ્રીજી એપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર ક્લાસીસ ધરાવતા મહિલા સાથે મેન્ટેનન્સની રકમ બાબતે ફોન ઉપર બોલાચાલી કરવામાં આવી હતી ત્યાર બાદ ક્લાસીસે આવીને ક્લાસીસના કાચના બારી બારણામાં તોડફોડ કરી નુકસાની કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા સંચાલિકા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ શિવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીમાં પારેખ શેરી મેઇન રોડ ઉપર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોમ્પ્યુટર ક્લાસીસ ધરાવતા શીતલબેન ભાવેશભાઈ ચંદારાણા જાતે લોહાણા (૪૬)એ કૃપાલસિંહ નાથુભા પરમાર રહે. શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રીજી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેમનુ કોમ્પ્યુટર ક્લાસીસ આવેલ છે અને તેમના મેન્ટેનન્સની રકમ બાબતે કૃપાલસિંહ પરમારે ફોન ઉપર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ક્લાસીસે આવીને કાચના બારી દરવાજામાં તોડફોડ કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી કૃપાલસિંહ નાથુભા પરમારને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે બિલ્ડીંગના મેન્ટેનન્સની રકમ જે નિયત કરવામાં આવી છે તે આપી દેવામાં આવી હતી જો કે, વધુ રકમની માંગણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીએ ક્લાસીસે આવીને બારી દરવાજા તોડીને કોમ્પ્યુટર ક્લાસીસમાં ૧૦,૦૦૦ થી વધુનું નુકસાન કરેલ છે.






Latest News