મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલ હવાલે


SHARE







મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલ હવાલે    

મોરબીમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ હતી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ મોટલાણીની ગત બુધવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી બેવડી હત્યાનો બનાવ બનેલ હતો બાદમાં ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્ની રજિયાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડાઅસગર જાકમ ભટ્ટીજૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓ પાસેથી હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળેલ છે 






Latest News