મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા
Breaking news
Morbi Today

વાવાઝોડાની અસર: નવલખી પોર્ટ ઉપર હજુ પણ અંધકાર !, વીજ કંપનીને ૧૦ કરોડનું નુકશાન


SHARE







વાવાઝોડાની અસર: નવલખી પોર્ટ ઉપર હજુ પણ અંધકાર !, વીજ કંપનીને ૧૦ કરોડનું નુકશાન

વાવાઝોડાની અસરના કારણે મોરબી જિલ્લામાં સૌથી વધુ નુકસાન વીજ કંપનીને થયું છે અને અત્યાર સુધીમાં થયેલ સર્વે મુજબ ૧૦ કરોડથી વધુ નુકસાન વીજ કંપનીને થયું છે જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં રાતના ઉજાગરા કરીને પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવેલ છે પરંતુ આજની તારીખે પણ મોરબી નજીક આવેલ નવલખી પોર્ટ ઉપર વીજ પુરવઠો કાર્યરત થયો નથી

બીપરજોય વાવાઝોડાએ કચ્છના ઝખો બંદર ઉપર મોટા પ્રમાણમાં તારાજી સરજી છે જોકે તેની અસરના ભાગરૂપે જુદા જુદા વિસ્તારમાં નાના મોટી નુકસાનીઓ હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી અને ભારે પવન અને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં વીજ પોલ તૂટી પડ્યા હતા અને હાલમાં વીજ કંપનીના અધિક્ષક પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે એચટી અને એલટી લાઈન મળીને કુલ મળીને ૫૪૦૦ જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે જેને ઉભા કરવા અને રીપેર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ૪૨૭ જેટલા ટ્રાન્સફોર્મરમાં પણ નુકસાન થયું હતું

હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ અંદાજે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી છે અને જે નુકસાન ધ્યાન પર આવ્યું છે તે મુજબ ૧૦ કરોડથી વધુનું નુકસાન વીજ કંપનીને વાવાઝોડાની અસરના કારણે થયેલ છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટે રાત દિવસ જોયા વગર વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જોકે તા ૧૬ ના રોજ ભારે પવન અને વરસાદ હતો ત્યારે વીજપોલ તૂટી પડ્યા હતા અને તેને ઉભા કરવા માટેની કામગીરી હાલમાં પણ ચાલી રહી છે પરંતુ અફસોસ કે મોરબીના નવલખી બંદર સુધી આજ દિવસ સુધી પણ વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો નથી જેથી કરીને નવલખી બંદર ઉપર જનરેટર સેટ ગોઠવીને ત્યાં કામગીરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે 






Latest News