મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ, પાંચ જુગારી પકડાયા


SHARE











મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ, પાંચ જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી જુગારની બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને પાંચ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ બે જુદા જુદા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર ગામની પાછળના ભાગમાં આવેલ સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા નવઘણભાઈ અવચરભાઈ રાઠોડ (૨૨) અને શનિભાઈ મનુભાઈ કગથરા (૨૧) રહે બંને મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૭૨૦ ની રોકડ કબજે કરી બંને જુગારીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના ત્રાજપર નજીક આવેલ વિસ્તારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં આવેલ શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી અશોકભાઈ મગનભાઈ સનુરા (૪૫), નટુભાઈ વેરશીભાઈ સનુરા (૫૩) અને દિપકભાઈ રમેશભાઈ સનુરા (૨૩) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૯૩૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News