મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો


SHARE







હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો

હળવદમાં આવેલ હરિ દર્શન હોટલ પાછળથી નીકળતી ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક મહિલાના દીકરાએ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ શિવાલિકા સોસાયટીમાં રહેતા લલીતાબેન રમણીકભાઈ કાસોડીયા જાતે પટેલ (૫૫) ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ હળવદમાં આવેલ હરિ દર્શન હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ પાણીમાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના દીકરા વિપુલભાઈ રમણીકભાઈ કાસોડીયા (૩૫) રહે શિવાલિકા સોસાયટી વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News