મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હિરવા કાંટા પાસે બંધ ટ્રકમાં પાછળથી બોલેરો અથડાતાં અકસ્માત: એકને ઇજા


SHARE







માળીયા (મી) નજીક હિરવા કાંટા પાસે બંધ ટ્રકમાં પાછળથી બોલેરો અથડાતાં અકસ્માત: એકને ઇજા

મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ હિરવા કાંટા પાસે બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બોલેરો ચાલકે પોતાની બોલેરો ગાડી અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને પગમાં નળાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જેથી ઈજા ગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને બોલેરો ગાડીના ચાલકની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં ભ્રમપોળ શેરી ટપાલ ચોક વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાજેશભાઈ રાણા જાતે હિન્દુ ગોલારાણા (૨૭)એ બોલેરો ગાડી નંબર જીજે ૧૨ બીઝેડ ૧૬૪૫ ના ચાલક સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ હીરવા કાંટા પાસે રોડ સાઈડમાં બંધ પડેલા ટ્રકના ઠંઠામાં આરોપીએ પોતાની બોલેરો ગાડીને અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી યુવાનને જમણા પગમાં નળાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને બોલેરો ગાડીના ચાલક સામે માળિયા મીયાણા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાહનમાં નુકશાન

વાંકાનેર તાલુકાના રાતીદેવરી જડેશ્વર રોડ ઉપરથી રાતીદેવરી ગામે રહેતા અને ખેતી કામ કરતા ઈરફાનભાઇ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૭) પોતાનું ટ્રેક્ટર નંબર જીજે ૧૩ બી ૨૨૮૮ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૦૬૭ ના ચાલકે તેઓના ટ્રેક્ટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વાહનમાં નુકસાન થયું હતું જેથી કરીને ઈરફાનભાઇ બાદી દ્વારા હાલમાં ડમ્પર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News