મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સ્કૂલમાં છોકરા વચ્ચે બોલાચાલી બાદ યુવાન, તેની પત્ની અને દીકરાને ૬ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીની સ્કૂલમાં છોકરા વચ્ચે બોલાચાલી બાદ યુવાન, તેની પત્ની અને દીકરાને ૬ શખ્સોએ માર માર્યો

મોરબીમાં વણકરવાસમાં રહેતા યુવાનના દીકરાને સ્કૂલમાં બોલાચાલી અને માથાકૂટ થઇ હતી જે બાબતનો ખાર રાખીને છ શખ્સો દ્વારા તેના ઘરે આવીને યુવાન તેના દીકરા અને તેની પત્નીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા છ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ પરમાર (૪૦)એ હાલમાં કાળુભાઈ ગોવિંદભાઈ પરમાર, ગોરધનભાઈ ગોવિંદભાઈ પરમાર, ઈશ્વરભાઈ ગોરધનભાઈ પરમાર, જગાભાઈ, અશ્વિનભાઈ અને વિનુભાઈ રહે. બધા વણકરવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના દીકરાને આરોપી કાળુભાઈ ગોવિંદભાઈ પરમારના દિકરા સાથે સ્કૂલમાં બોલાચલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાનને ગાલ ઉપર ઝાપટો મારી હતી અને ઈશ્વરભાઈ પરમારના હાથમાં રહેલ લોખંડના પાઇપ પડે ફરિયાદીને ડાબા પગમાં માર માર્યો હતો ત્યારે ફરિયાદીનો દીકરો સાવન તેને બચાવવા માટે વચ્ચે પડતા તેને ખભાના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદી તથા તેના પત્ની અને દીકરાને ગાળો આપીને ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ૬ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News