મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારના લજાઈ પાસે હોનેસ્ટ હોટલના મેનેજરે રૂમમાં અંતિમ પગલું ભર્યું


SHARE







ટંકારના લજાઈ પાસે હોનેસ્ટ હોટલના મેનેજરે રૂમમાં અંતિમ પગલું ભર્યું

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હોનેસ્ટ હોટલના રૂમમાં મેનેજરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોટલના સંચાલક દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડીથી આગળના ભાગમાં આવેલો હોનેસ્ટ હોટલમાં હાલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ કર્ણાટકનો રહેવાસી અને મોરબીમાં સીરમિક સીટી ખાતે રહેતા પ્રદીપ બાલકૃષ્ણ શેટી (૩૦) નામના યુવાને રાત્રિના સમયે ત્યાં જમ્યા બાદ હોનેસ્ટ હોટલના રૂમ નંબર ૨૦૧ માં રોકાયો હતો અને ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યે સુધી તે રૂમની બહાર ન નીકળતા રૂમમાં ચેક કરવામાં આવ્યું હતું અને પાછળની બારીમાંથી રૂમની અંદર જોતા પંખા સાથે બેડશીટ વડે તેણે ગળાફસો ખાઈ લીધો હોવાનું જોવા મળ્યું હતું જેથી તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે અમૃત પાર્ક શેરી નં-૪ માં રહેતા હોટલના સંચાલક સંજયભાઈ પ્રવીણભાઈ મિયાત્રા (૩૫) દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે






Latest News