મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય


SHARE







વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં સતત દસ દિવસ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ સંપન્ન થયો હતો, અને આજરોજ વાજતે ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે.

વાંકાનેર ટાઉનહોલ ખાતે પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સતત દસ દિવસ અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં  બહોળી સંખ્યામાં ઊમટેલાં ભાવિકોએ ગણેશોત્સવની ઉજવણી કરી હતી ત્યારે ગઈકાલે અંતિમ દિવસે આ ભવ્ય  આયોજન કરવા બદલ  માલધારી સમાજ, કોળી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ફૂલહાર કરી શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત જનમેદનીએ પણ તાળીઓનાં ગડગડાટથી પ્રજાવત્સલ જીતુભાઈ સોમાણીને બિરદાવ્યા હતાં અને આ ભવ્ય ગણેશોત્સવ સંપન્ન થયો હતો, આજરોજ સાંજે જીનપરા ચોકથી વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે અને વડસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.






Latest News