મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે માતાને દસ્તા વડે માર મારનારા દીકરાની ધરપકડ


SHARE







મોરબીના શનાળા ગામે માતાને દસ્તા વડે માર મારનારા દીકરાની ધરપકડ

 મોરબીના શનાળા ગામે માતા પાસે દીકરાએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે માતાએ રૂપિયા આપવાની ના પાડતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના દસ્તા વડે માથામાં તથા ડાબા હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી માતાને માર મારનાર દીકરાની સામે તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મોટી બરાર ગામના રહેવાથી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામે દરબાર શેરીમાં જૂની પીજીવીસીએલ ઓફિસ પાસે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ કેશુભા જાડેજા (૭૨) એ તેના દીકરા ભગીરથસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. સનાળા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પત્ની રંજનબા (૬૫) ઘરે હાજર હતા ત્યારે તેના દીકરા ભગીરથસિંહે તેની માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી જોકે, રંજનબાએ તેના દીકરાને રૂપિયા આપવાની ના પાડતા ભગીરથસિંહે તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં લોખંડના દસ્તા વડે માથામાં અને ડાબા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાના પતિ દ્વારા તેના દીકરાની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી ભગીરથસિંહ ઉર્ફે  ચકો પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (૩૬) રહે. સનાળા વાળાની પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેની ટીમે ધરપકડ કરેલ છે

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૨૨ માં રહેતી પરવીનબેન આમદભાઈ ગાલાબ નામની ૩૦ વર્ષીય મહિલાએ સાસરીયાઓના ત્રાસથી તેના માવતરના ઘરે ફિનાઈલ પી લીધું હતું.જેથી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાઈ હતી જેથી સીટી એ ડિવિઝનમાં જાણ થતા વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે મહિલા પોલીસ મથકે જાણ કરી હતી.જ્યારે બીજો બનાવ માળિયા મીંયાણા ખાતે બન્યો હતો જેમાં માળિયા મીંયાણા ખાતે રહેતા રજિયાબેન સલેમાનભાઈ માલાણી નામની ૨૨ વર્ષીય મહિલાએ તેના પિતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધુ હતુ.જેથી તેણીને પણ અત્રેની સીવીલે સારવાર માટે લવાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે તપાસ હાથ ધરી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે લાલબાગ સેવા સદનની પાછળ રોટરી નગર મેઇન રોડ ઉપર રહેતા હાર્દિક રાજેશભાઈ પંચાસરા નામના ૨૨ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે અવની ચોકડી પાસે બાઈક સ્લીપ થઇ જતા ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ ટંકારાની સાવડી ચોકડી પાસે બન્યો હતો જેમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ ઈકબાલ સરકાર લુહાર (૩૯) રહે.જખૌ તા.જી.ભુજ (કચ્છ) ને ૧૦૮ વડે અહીંની સિવિલે સારવારમાં ખસેડાયો હતો





Latest News