મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં યુવાનને છરીનો ઘા ઝીકનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીની જનકપુરી સોસાયટીમાં યુવાનને છરીનો ઘા ઝીકનાર આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરામાં રહેતો યુવાન માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં તેના મિત્ર સાથે આરોપી પાસેથી પૈસાની લેવડદેવડ બાબતે વાતચીત કરવા માટે ગયો હતો ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી કરીને ગાળો આપવાની ના કહેતા આરોપીએ તેની પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને મારીને ઇજા કરી હતી જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો સુનિલભાઈ મનુભાઈ રાવા જાતે ભરવાડ (૨૫) એ માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા મનોજ સોલંકી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના મિત્રની સાથે આરોપી મનોજ સોલંકી પાસે પૈસાની લેવડ-દેવડની વાતચીત કરવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ છરી વડે હુમલો કરીને ફરિયાદીને છરી મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપી મનોજભાઈ ઉર્ફે સન્ની બળદેવભાઈ સોલંકી (૪૦) રહે.જનકપુરી સોસાયટી મોરબી વાળાની ધરપકડ તપાસનીસ વાલભા ચાવડા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News