મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની પત્ની સામે હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ નોંધાવી ફરિયાદ


SHARE







મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની પત્ની સામે હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ નોંધાવી ફરિયાદ

મોરબીના વીસીપરામાં મદીના સોસાયટીમાં થોડા દિવસો પહેલા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા કરવામાં હતી અને મૃતકની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરલે છે જો કે, પકડાયેલા આરોપી પૈકીને એક આરોપીએ હાલમાં મૃતક પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પત્ની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણીની ગત બુધવારે રાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી અને ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્ની રજિયાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગઇકાલે ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે, હત્યાના ગુનામાં જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકીનાં આફતઅલી ઉર્ફે અસગર અલી ઉર્ફે અસો જાકમભાઇ ભટ્ટી જાતે મીયાણા (ઉ.૨૦)એ હાલમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈના પત્ની રજીયાબેનની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના બનેવીને આરોપી મહિલાના પતીની સાથે અગાઉની ચુટણી બાબતે તકરાર ચાલતી હતી જેથી તેઓ તેના ઘેર ગયા હતા અને ત્યાં તકરાર થતા તેને લાકડી વડે આરોપી મહિલાએ માર મારતા જમણી આંખથી ઉપરના નેણના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને ઇપીકો કલમ ૩૨૩ અને  જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News