મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં પૈસાની લેવડદેવડની વાતચીત કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







મોરબીની જનકપુરી સોસાયટીમાં પૈસાની લેવડદેવડની વાતચીત કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતો યુવાન માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં તેના મિત્ર સાથે આરોપી પાસેથી પૈસાની લેવડદેવડ બાબતે વાતચીત કરવા માટે ગયો હતો ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી કરીને ગાળો આપવાની ના કહેતા આરોપીએ તેની પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો સુનિલભાઈ મનુભાઈ રાવા જાતે ભરવાડ (૨૫) નામના યુવાને હાલમાં મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા મનોજ સોલંકી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે તેના મિત્રની સાથે આરોપી મનોજ સોલંકી પાસે પૈસાની લેવડ-દેવડની વાતચીત કરવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ છરી વડે હુમલો કરીને ફરિયાદીને છરી મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી મનોજ સોલંકીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમા ઇજા

મોરબીના જુના માજન ચોક પાસે આવેલ ચિત્રકૂટ ટોકીઝ પાસેથી મોરબીના સ્ટેશન રોડ ઉપર રહેતા ફરીદાબેન સલીમભાઈ કચ્છી (૫૪) નામની મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણે અકસ્માતે બાઈક સ્લીપ થતા તે મહિલા રસ્તા ઉપર નીચે પટકાઈ હતી અને ત્યારે ફરીદાબેનને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા અરવિંદનાથ જીવણનાથ પરમાર (૪૦) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News