મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ આદિત્ય હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી ઇનોવા ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય ૫૦૦ લીટર દેશી દારૂ તથા ઇનોવા કાર આમ કુલ મળીને ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો દારૂનો જથ્થો જેને આપવા જતા હતા તેનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ આદિત્ય હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી ઇનોવા ગાડી નંબર જીજે ૬ સીએમ ૭૯૭૯ પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જેની કિંમત ૧૦૦૦૦ રૂપિયા તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે યુવરાજભાઈ બાબુભાઈ ધાધલ (૨૫) અને વિજયભાઈ રાજાભાઈ વાળા (૨૦) રહે. બંને મેસરીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો મોરબીના લાલપર ગામે રહેતા સદ્દામ હકીમભાઈ અજમેરીને દારૂનો જથ્થો આપવા માટે જતા હોવાનું ખુલ્યું હતું જેથી કરીને તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ આરોપીને તાલુકા પોલીસની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે






Latest News