મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી બરાર મોડલ સ્કુલ ખાતે શરૂ કરાયેલા આશ્રયસ્થાનની મુલાકાત લીધી


SHARE







મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી બરાર મોડલ સ્કુલ ખાતે શરૂ કરાયેલા આશ્રયસ્થાનની મુલાકાત લીધી

બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આજરોજ તેમણે મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન મંત્રીએ આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલ લોકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી બાબતો અંગે જિલ્લાના અધિકારીઓને સૂચના આપી હતી. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલા લોકો સાથે મંત્રીશ્રીએ વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ લોકો સાથે વાતચીત કરતા મંત્રીએ તેઓ ક્યાંના છે, શું કામગીરી કરે છે, અહીં આશ્રયસ્થાન ખાતે તેમને શું-શું સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેમને કોઈ તકલીફ નથી તે બાબતે પણ મંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી ખાતરી કરી હતી.આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કવિતા દવે, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, માળિયા મામલતદાર બી.જે. પંડ્યા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News