મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ


SHARE







મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ

મોરબીથી નવલખી સુધીનો નવો નેશનલ હાઇવે બનાવવા માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જુદાજુદા ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં મોરબીના ખેવરિયા, ખાખરાળા અને વનાળિયા તેમજ માળીયાના મોટા દહીંસરા ગામના ખેડૂતોએ મોરબીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને નવા નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનોની ચીમકી ઉચ્ચારી છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું એક નવલખી હાઇવે છે તો પછી આ વધારાના હાઈવેની શું જરૂર છે આ નવા હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે જેથી કરીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ખેતીની જમીન ઉપર તરાપ મારીને ખેડૂતોની રોજગારી ખતમ કરી રહી છે ત્યારે હાઇવે માટે ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો વાવેતર ક્યાં કરશે ? તે સવાલ ઊભો થશે જેથી ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News