મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનદાર પાસેથી ૧૭૦૦ ની ઉઘરાણી કરવાર માટે હોલસેલરના માણસોએ કરી મારમારી !


SHARE











મોરબીમાં દુકાનદાર પાસેથી ૧૭૦૦ ની ઉઘરાણી કરવાર માટે હોલસેલરના માણસોએ કરી મારમારી !

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી સામેના ભાગમાં રોયલ બેકરી ધરાવતા વેપારીએ ઉઘરીમાં હોલસેલર પાસેથી માલની ખરીદી કરી હતી અને તેના પૈસા આપવાના બાકી હતા જેની ઉઘરાણી માટે હોલસેલરના માણસો બે થી ત્રણ વખત અગાઉ આવ્યા હતા અને ત્યારે રૂપિયા ન હોવાથી આપેલ ન હતા જેથી કરીને ૧૭૦૦ રૂપિયાની ઉઘરાણી માટે ત્રણ શખ્સોએ ગઇકાલે આવ્યા હતા અને દુકાનદારના દીકરાની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી દુકાનદાર વચ્ચે પડતા તેને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ દુકાનદારે સારવાર લીધા બાદ હાલમાં પઠાણી ઉઘરાણી કરવા માટે થઈને આવેલા ત્રણ શખ્સો સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી ખાતે રહેતા ગનીભાઈ જુમાભાઈ રાઉમા જાતે સંધી મુસલમાન (૪૭)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોઘા અને બે અજાણ્યા માણસો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી સામે રોયલ બેકરી નામની તેઓની દુકાન આવેલ છે ત્યાં તેઓ અને તેના બે દીકરા બેસતા હોય છે અને મોરબીમાં આવેલ ભગવતી ટ્રેડિંગ નામની દુકાનેથી દીપકભાઈ તેજુમલ નારવાણી રહે. રામેશ્વર સોસાયટી મામાદેવ મંદિર સામે શુભ હોટલ વાળી શેરી મોરબી વાળા પાસેથી માલ મંગાવીને ત્યાં તેઓ વેપાર કરતા હોય છે અને છેલ્લે તેઓએ કરેલ ખરીદીના એકાદ મહિનાથી ૧૭૦૦ રૂપિયા બાકી હતા જેની ઉઘરાણી માટે બેથી ત્રણ વખત ત્યાંથી માણસો આવ્યા હતા અને દીપકભાઈએ તેઓને ઉઘરાણી કરવા માટે મોકલ્યા છે તેવું કહેતા હતા

દરમિયાન ગઈકાલે સાંજના સમયે ફરિયાદી ગનીભાઈ રાઉમા પોતાના ઘરેથી દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે દુકાને તેનો દીકરો અરબાઝ બેઠો હતો અને તેની સાથે ભગવતી ટ્રેડિંગમાંથી આવેલા ત્રણ શખ્સો પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી કરતા હતા અને તેને માર મારી રહ્યા હતા જેથી કરીને ગનીભાઈ તેને છોડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા ત્યારે તેઓને ગાળો આપી હતી અને તેની સાથે પણ મારામારી કરી હતી જેથી તેમણે બૂમ કરી મુકતા આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા ફરિયાદીને તેનો ભત્રીજો ઇમ્તિયાઝ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ગનીભાઈ રાઉમાએ ત્રણ શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને જાનથી મારી રાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News