વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૮ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ છે. જેના લાભાર્થીઓને આજે ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના બાકી રહેલા એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ આપવા માટે તા.૧૭ ના રોજ જિલ્લામાં નવ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે મોરબી નગરપાલીકા કક્ષાનો પાલીકાની બાજુમાં આવેલ ટાઉનહોલ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા ટેવ જ રીતે મોરબી ગ્રામ્ય કક્ષાનો પટેલ સમાજવાડી સકત શનાળા ખાતે, ટંકારા ગ્રામ્ય કક્ષાનો ઓરપેટ વિદ્યાલય, હળવદ નગરપાલીકા ગ્રામ્ય કક્ષાનો સરસ્વતી શીશુ મંદિર હોલ, હળવદ ગ્રામ્ય કક્ષાનો સેકન્ડરી સ્કુલ ટીકર(રણ), માળીયા નગરપાલીકા કક્ષાનો કન્યા શાળા માળીયા, માળીયા ગ્રામ્ય કક્ષાનો માધ્યમીક શાળા ખાખરેચી, વાંકાનેર નગરપાલીકા કક્ષાનો તાલુકા શાળા નં.-૧ બી.આર.સી. ભવન ગ્રીન ચોક વાંકાનેર, તેમજ વાંકાનેર ગ્રામ્ય કક્ષાનો ક્ષત્રીય સમાજવાડી વઘાસીયા ખાતે કાર્યક્રમો યોજાયા હતા અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું




Latest News