મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે યુવાન પોતાના ઘરમાં અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના બેલા ગામે યુવાન પોતાના ઘરમાં અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના બેલા ગામે રહેતા હિતેશભાઈ તેજાભાઈ મકવાણા (૨૬) યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોય તેમની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન સીરામીક કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામકાજ કરતો હતો અને કોઈ કારણોસર તેને પોતાના ઘરની અંદર ફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે 

આરોપી પકડાયો

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ યુવતીના અપહરણની ફરિયાદની તપાસમાં ધાંગધ્રા પોલીસ મોરબી આવી હતી અને ધાંગધ્રાના રાજ સીતાપુર ગામેથી યુવતીનું અપહરણ કરનાર આરોપી ભોગ બનેલી યુવતી સાથે મોરબીના વીસીપરા વિસ્તારમાંથી મળી આવતા પોલીસે આરોપી લક્ષ્મણ દિલાભાઈ ગેલરીયા ઠાકોર (૨૨) ની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી તેમજ યુવતીને કબજામાં લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News