મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ યુવાનને ગળાના ભાગે તીક્ષ્ણ વસ્તુથી ઇજા થતાં સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ યુવાનને ગળાના ભાગે તીક્ષ્ણ વસ્તુથી ઇજા થતાં સારવારમાં ખસેડાયો

મોરબીના ઘુટુ પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને ગળાના ભાગે તીક્ષ્ણ વસ્તુ વડે ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે તેની પત્ની હોસ્પિટલે લઈને આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટી પાસે હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા સમેન્દ્રસિંહ રઘુવંશી (૨૩) નામના યુવાનને ગળાના ભાગે તિક્ષણ વસ્તુ વડે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા હોય તેની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને તીક્ષ્ણ વસ્તુ વડે ગળાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે

બાઇક સ્લીપ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ દરિયાલાલ ખાટા પાસેથી પ્રદીપભાઈ નાનજીભાઈ ફળદુ (૩૫) રહે. મોરબી વાળા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક ત્યાં કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News