મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક ચોરી કરનાર ત્રણને અમરેલી એલસીબીએ દબોચ્યા મોરબી પોલીસે કબ્જો લીધો


SHARE











મોરબીમાંથી બાઇક ચોરી કરનાર ત્રણને અમરેલી એલસીબીએ દબોચ્યા મોરબી પોલીસે કબ્જો લીધો

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવર રોડ ઉપર આવેલ દેશળ દેવ હોલ નજીકથી બાઈકની ચોરી થઈ હતી.જેમા ત્રણની ધરપકડ કરવામાં આવેલ છે.મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર દેશળદેવ હોલની પાછળની શેરીમાંથી બાઈકની ચોરી થઈ હતી જેમાં ભોગ બનેલ ધવલ જીતેન્દ્રભાઈ સોલંકી જાતે ખવાસ (ઉંમર ૨૪) રહે.નાગનાથ શેરી પાસે ગ્રીનચોક વિસ્તાર મોરબી વાળાએ પોલીસ મથક ખાતે બાઈક નંબર જીજે ૩ બીએલ ૭૦૩૩ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ની ચોરી થઇ હોવાનું જાહેર કર્યુ હતુ.

ત્રણ ઇસમોએ આ બાઇકની ચોરી કરી હતી જે ચોરાઉ બાઈક લઈને તેઓ અમરેલી બાજુ નીકળતા ત્યાંની અમરેલી એલસીબીએ તેઓને અટકાવ્યા હતા અને તેઓની આગવી ઢબે પૂછપરછ કરાતા ત્રણેય ઈસમોએ મોરબી ખાતેથી બાઈક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી અમરેલી એલસીબીએ મોરબી પોલીસને જાણ કરી હતી અને હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા અમરેલી જેલ ખાતેથી મોરબીના વાહન ચોરીના ગુનામાં અક્ષય કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા (ઉમર ૨૫) રહે.શનાળા તાલુકો વડીયા જી.અમરેલી, રામકુ કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા (ઉંમર ૨૨) રહે.શનાળા તાલુકો વડીયા જી.અમરેલી અને સુનિલ કાજાભાઇ ચારોલીયા (ઉમર ૨૩) રહે.લાઠી દુધાળા રોડ જી.અમરેલી વાળાઓનો કબ્જો લીધો હતો અને મોરબીના બાઈક ચોરીના ગુનામાં ઉપરોક્ત ત્રણેય ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં ત્રણેયને હાલ પરત અમરેલી જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

એમપીની અપ્હત સગીરા મોરબીમાંથી મળી આવી

મોરબીના લાલપર પાસે આવેલ રંગોલી લેમીનેટ ખાતેથી ભોગ બનેલ યુવતી આરોપી સાથે મળી આવતા હાલ એમપી પોલીસે બંનેને હસ્તગત કરીને તપાસના કામે એમપી લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના અપરણના ગુનામાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબીના લાલપર નજીક હોવાની બાતમી મળતા મધ્યપ્રદેશ પોલીસના એસ.એન.સાંકેત સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને અહીં સ્થાનિક તાલુકા પોલીસને સાથે રાખીને લાલપર ગામ પાસે આવેલ રંગોલી લેમીનેટ નજીક તપાસ કરતાં અહીંથી ભોગ બનેલ યુવતી આરોપી અનુલાલ પૂંજીલાલ સાંકેત મૂળ રહે.મધ્યપ્રદેશ સાથે મળી આવતા હાલ બંનેને તપાસના કામે હસ્તગત કરીને સાથે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી હાઇવે ઉપર વર્ષામેળી ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાથના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મુસાભાઇ નૂરમામદભાઇ સુના (ઉમર ૪૩) રહે.સરવા ઝૂંપડા નવા કંડલા ગાંધીધામ (કચ્છ) વાળાને ૧૦૮ વડે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી






Latest News