મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવાગામે છરી-ધોકા વડે પરીવાર ઉપર હુમલાના બનાવમાં ચાર આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીના નવાગામે છરી-ધોકા વડે પરીવાર ઉપર હુમલાના બનાવમાં ચાર આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) ગામે પરિવાર ઉપર છરી તથા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતી જેની ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના નવાગામ (લખધીરનગર) ખાતે મારામારી થઈ હતી જેમાં ભુપત લાભુભાઇ જીંજુવાડીયા (૪૫), અશોક નાથાભાઇ જીંજુવાડીયા (૩૫), કિશન ભુપતભાઇ જીંજુવાડીયા (૧૯) અને સંગીતાબેન અશોકભાઈ જીંજવાડીયા (૩૨) રહે.ચારેય નવાગામ વાળાને ઇજા થયેલ હતી જેથી અશોકભાઇ નાથાભાઇ જીંજુવાડીયા જાતે કોળી (૩૦)એ કરણભાઇ જેરામભાઇ સુરેલા, આરીફ જાનમામદભાઇ સુમરા, ઇમરાન જાનમામદભાઇ સુમરા અને મકસુદ મહેબુબભાઇ ફકીર સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે કરણ સુરેલાની સાથે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતનો ખાર રાખીને ઉપરોકત ચારેય ઇસમો અલગ અલગ ત્રણ રીક્ષા લઇ તેમની રીક્ષાનો પીછો કરી નવાગામ રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદીર સુધા આવ્યા હતા જયાં તેઓને રીક્ષા ઉભી રખાવીને નીચે ઉતારી અશોકભાઇને ગાળો આપતા અશોકભાઇએ ગાળો આપવાની ના પાડતા કરણ સુરેલા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને અશોકભાઇને ડાબા હાથના કોણીના ભાગે લોખંડનો પાઇપ માર્યા બાદ માથામાં છરીનો એક ધા મારી માથામાં ઇજા કરી હતા તથા અશોકભાઇને છોડાવવા માટે વચ્ચે પડેલ સાહેદ કિશનભાઇને મકસુદ ફકીરે માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ઇજા કરી હતી તથા સાહેદ ભુપતભાઇને આરીફ સુમરા તથા ઇમરાન સુમરાએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ગંભીર ઇજા કરી બેભાન કરી દીધા હતા તેમજ અશોકભાઇના પત્નિ સંગીતાબેન છોડાવના વચ્ચે પડતા કરણ સુરેલાએ તેણીને પણ શરીરે મુઢ માર મારીને તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ગુનામાં આરોપી કરણભાઇ જેરામભાઇ સુરેલા (૨૩) રહે.લીલાપર રોડ, નિલકમલ સોસાયટી મોરબી, આરીફ જાનમામદભાઇ સુમરા (૨૦) અને ઇમરાન જાનમામદભાઇ સુમરા (૨૭) રહે. બંને વિલ્સન પેપર મિલ પાસે મોરબી તેમજ મકસુદ મહેબુબભાઇ શાહમદાર જાતે ફકીર (૨૦) રહે. સબ જેલ પાસે લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મારા મારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ પાસે રહેતા અબ્દુલ હુસેન જીન્દીયા (૩૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી, મેતા ચલાવી રહ્યા છે






Latest News