ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકા ગામની સીમમાંથી યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી


SHARE







માળીયા (મી)ના વિરવિદરકા ગામની સીમમાંથી યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી

માળીયા મીયાણા તાલુકાના વિરવિદરકા ગામની સીમમાંથી અજાણ્યા ૪૦ વર્ષના પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે ઉપર આવેલ વીરવિદરકા ગામની સીમમાં ભરતનગર અને અર્જુન નગર વચ્ચેના ભાગમાં અજાણ્યા ૪૦ વર્ષના પુરુષની લાશ પડી હોવા અંગેની માળિયા મિયાણા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે, મૃતકની લાશ કોહવાઈ ગયેલ હતી જેથી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, મૃતક યુવાનની ડેડબોડી કોહવાયેલ હોવાથી તેના ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હાલમાં મૃતક યુવાનની બોડીને લઈ જવામાં આવેલ છે અને હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની નોંધ કરીને પોલીસે મૃતક યુવાન કોણ છે ? તે અંગેની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના જોધપર ગામે રહેતા ધનજીભાઈ પથુભાઈ દંતેશરિયા (૬૫) પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ અટેકથી વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News