મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !


SHARE







મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !

મોરબીના સામાકાંઠે વોર્ડ નં-૪ તથા બૌધ્ધનગર સોસાયટી તરફ નજરબાગ રેલ્વે સ્ટેશનથી જવાનો રસ્તો લગભગ પુરા ચોમાસાથી ખરાબ છે જેથી કરીને લોકો તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ નં -૪ ના ગાંધી સૌસાયટી તથા બૌધ્ધનગર સોસાયટીના વિસ્તારના લોકો રસ્તામાં ભરાઈ રહેલ પાણીથી સ્કુલે જવા માટે બાળકો ચાલી પણ શક્તા નથી અને મહિલાઓ કે પુરુષો પણ આ રસ્તા ઉપરથી ચાલી ન શકે તેવી કફોડી હાલતમાં છે

આ મુદે તંત્ર વાહકો તેમજ કાઉન્સીલર તથા ભડિયાદના સરપંચને ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે તો પણ માત્ર મીઠા જવાબ સિવાય અને કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી લોકો હેરાન થાય છે ત્યારે બસપાના જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ ટૂંડિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ગાંધી સોસાયટી વોર્ડ નં.૪ ના રોડ જે નગરપાલીકા દ્વારા આરસીસી રોડ પાસ થઈ ગયેલ છે અને તેનું ખાત મુહર્ત પણ થઈ ગયેલ છે પણ સાત મહિના થઈ ગયા છે તો પણ તંત્ર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી લોકો ચોમાસામાં હેરાન થઈ રહયા છે ત્યારે તાત્કાલીકના ધોરણે રસ્તામાં થઈ ગયેલ મોટા ગાબડાનું પુરાણ કરવામાં આવે અને વહેલી તકે જો આ રોડનું કામ નહી કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ ગાંધી સોસાયટી તથા બૌધ્ધનગરના તમામ રહિશો ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી બસપાના આગેવાન અશ્વિનભાઈ ટુંડીયા સહિના લોકોએ ઉચ્ચારી છે






Latest News