મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના ૨૦ મી સુધી રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના ૨૦ મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીનાં અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના રીમનદ પૂરા થતાં તેને વધુ રિમાન્ડની માંગ સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે રફીક માંડવિયાની ધરપકડ કરવામાં આવી હોય તેના પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેથી કરીને કોર્ટે હત્યાના આ ગુનામાં પાંચેય આરોપીઓના આગામી ૨૦ મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયાઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયાઆરીફ ગુલામભાઇ મીરઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચરીયાઝભાઇ રજાકભાઇ ડોસાણીઇરફાનભાઇ યારમામદ બ્લોચરમીજભાઇ હુસેનભાઇ ચાનીયામકસુદ ગફુરભાઇ સમાએઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચઇમરાનભાઈ યારમામદ બ્લોચરિયાઝ રજાક દોસાણીએઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હોય આ આરોપીને વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે હત્યાના આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરેલ હતી જેથી તેના પણ રિમાન્ડ લેવા માટે તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે હત્યાના ગુનાને અંજામ આપીને નાશી ગયેલા આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે 






Latest News