મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા નવરાત્રિ (દશેરા)ને લઈને ચિત્રસ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા "નવરાત્રિ (દશેરા)"ને લઈને ચિત્રસ્પર્ધાનું આયોજન

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના  હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ" ના અભિયાનની નવતર પહેલ કરી છે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨ ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર "નવરાત્રિ (દશેરા)" વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મ તારીખ, સ્કુલનું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઈલ આઈડી લખી અને સાથે આધાર કાર્ડની નકલ  તા.૧૮/૧૦/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ, મોરબી ખાતે મોકલવાનું રહેશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News