મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ: ખેડૂતો, કારખાનેદારો વિગેરેને નુકશાન, હજુ પણ વરસાદના એંધાણ


SHARE







મોરબી શહેર-જીલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ: ખેડૂતો, કારખાનેદારો વિગેરેને નુકશાન, હજુ પણ વરસાદના એંધાણ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર તા. ૨૬ થી ૨૯ દરમિયાન વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભર ઉનાળે ચોમાસામાં હોય તેવા કાળા ડિબાગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને આજે સવારે મોરબી જીલ્લામાં ધોધમાર વરસાદ પડી ગયો હતો.

ગઈકાલે શુક્રવારે સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો અને જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો તેવી માહિતી મળી હતી દરમિયાન આજે શનિવારે સવારની વાત કરીએ તો વહેલી સવારથી આકાશમાં ચોમાસામાં હોય તેવા કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા જેથી કરીને આજે વરસાદ તૂટી પડે તેઓ માહોલ હતો દરમિયાન આઠ વાગ્યાના સમયે મોરબી શહેર, તાલુકા, ટંકારા, મિતાણા, આમરણ, નસીતપર, ઘુનડા, નગડાવાસ, જોધાપર નદી, પંચસીય, મથક સહિતના જુદાજુદા ગામડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં જે રીતે શેરી, ગલી અને ખેતરમાંથી વરસાદના પાણી વહી જતા હોય છે તેવી રીતે હાલમાં ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા

ખાસ કરીને મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ચોમાસા દરમિયાન દર વખતે વરસાદી પાણી ભરાય છે તે તમામ જગ્યા ઉપર વરસાદી પાણી હાલમાં ભરાઈ ગયા હતા તેની સાથોસાથ કેટલીક જગ્યાએ ખેડૂતોના તૈયાર ઉભા પાક ખેતરમાંથી લેવામાં આવ્યા ન હતા તેના ઉપર આ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને પણ તેના પાકમાં ક્યાંકને ક્યાંક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ આકાશમાં કાળા ડિબાગ વાદળો જે રીતે જોવા મળી રહ્યા છે તે જોતાં આજના દિવસ દરમિયાન હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી. 

અત્રે ઉલ્લેખની છે કે, ગઈકાલે સાંજના સમયે જે વરસાદ શરૂ થયો હતો અને ત્યારે ભારે પવન હોવાના કારણે મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ચોકડી પાસે આવેલ વિલ્સન પેપર મિલ, તીર્થક પેપર મીલ અને સોમનાથ પેપર મીલ વિગેરે કારખાનાઓમાં સેડના પતરા ઉડી ગયા હતા અને કારખાનામાં નુકસાની થયેલ છે જોકે, આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે આટલું નહીં પરંતુ મોરબી જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપર મૂકવામાં આવેલા હોર્ડીંગ બોર્ડ પણ ભારે પવનના કારણે તૂટી પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.






Latest News