મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના ઘુંટુ ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયુ હતું અને મૃતદેને પીએમ માટે ખસેડીને હાલ તાલુકા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતા પરેશભાઇ પરસોતમભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના યુવાને ગઈકાલ તા.૨૭-૪ ના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજતા તેના મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે સિવિલ હોસ્પીટલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણીએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં તેઓ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક પરેશભાઈ સોલંકી છૂટક મજૂરી કામ કરતા હતા અને તેમને બે સંતાનો હોય તેમના મોતના પગલે હાલ બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી ઘરમાં ચાલતા સામાન્ય ઘરકંકાસને લઈને આ બનાવ બન્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

દાઝી જતાં સારવારમાં
મોરબી નજીકના નાની વાવડી ગામે દશામાના મંદિર પાસે રહેતા કાંતિભાઈ પુંજાભાઈ મકવાણા (૩૮) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ત્યાં તેને ઠેસ વાગતા તે ચાલુ સગડી ઉપર પડ્યો હતો જેથી કરીને છાતીના ભાગે લાગી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News