ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી છે કે, યુપી-બિહાર ?: શહેરના સરદાર રોડ ઉપર જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને બે શખ્સોએ કરી વિપ્ર યુવાનની હત્યા


SHARE







મોરબી છે કે, યુપી-બિહાર ?: શહેરના સરદાર રોડ ઉપર જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને બે શખ્સોએ કરી વિપ્ર યુવાનની હત્યા

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરી નાખી છે જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી મહિતી મુજબ મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 32 નામના યુવાનની હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા કરીને બે અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે હાલમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ પહોંચી ગયો છે અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે જો કે, મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને શા માટે યુવાનની હત્યા કરી છે તેની વિગતો સામે આવી નથી પરંતુ મોરબી શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખુની હુમલા, મારામારી, દુષ્કર્મ, ચોરી વગેરે જેવી ઘટનાઓએ છેલ્લા થોડા સમયથી માજા મૂકી હોય મોરબી શહેર યુપી-બિહારના પંથે હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થાય તેમા શંકાને કોઇ સ્થાન નથી.






Latest News