મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા


SHARE







મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૩ અને ૪ની વચ્ચે આવેલ વિષ્ણુ ટ્રેડિંગની સામેના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૬૦૦ ની રોકડા કબજે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ત્રણ અને ચારની વચ્ચે આવેલ વિષ્ણુ ટ્રેડિંગ સામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા મોસીનભાઇ સલીમભાઇ મોવર (૨૮), નેકમામદભાઇ સલેમાનભાઇ ભટી (૫૭), દિલાવરભાઇ કાસમભાઇ કટીયા (૪૦), પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા (૪૦) અને રસીદભાઈ જુમાભાઈ ચૌહાણ (૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૧૬૦૦ કબજે કર્યા હતા અને પાંચ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ધુળકોટથી કોયલી ગામ વચ્ચે જવાના રસ્તા ઉપરથી અતુલ શક્તિ રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષા રસ્તામાં ખાડો આવતા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલ રાજકોટના રામનાથ પરા શેરી નં-૫ માં રહેતા નફીસાબેન ગફારભાઈ ઝુમિયા (૫૫), ગુલઝાનબેન ગફારભાઈ જુમિયા (૨૨) અને સોફિયાબેન ઈમરાનભાઈ (૯) ને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..






Latest News