મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પિતરાઇ ભાઈના સમાધાનમા સાથે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં પિતરાઇ ભાઈના સમાધાનમા સાથે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના નાગલપર ગામે રહેતો યુવાન તેના પિતરાઇ ભાઈના જુના ઝઘડામાં સમાધાન માટે સાથે ગયો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો પીઠ અને પેટના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા જાતે કોળી (૨૭) એ વિશાલ બટુકભાઈ ઉંચાણા, અતુલ બટુકભાઈ ઉંચાણા, સતીશભાઈ બટુકભાઈ ઉંચાણા અને દિલીપભાઈ બાબુભાઈ કોરડીયા રહે. બધા અમરાપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની પંચાસર ચોકડી પાસે ડીલક્ષ પાન નજીક ચારેય શખ્સો દ્વારા તેને ગાળો આપીને પેટ અને પીઠના ભાગે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેના પિતરાઈ ભાઈના જુના ઝઘડામાં સમાધાન કરાવવા માટે સાથે ગયો હતો જે આરોપીઓને સારું લાગ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે ફરિયાદી યુવાનને માર માર્યો છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઉજ્જૈન જિલ્લાના તરાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું તે સગીરા અને તેની સાથે આરોપી હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાંથી પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કારખાનામાં ચેક કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા મળી આવી હતી અને આરોપી હંસરાજ દિલીપભાઈ સિસોદિયા (૧૮) રહે.નટવર દેવાસર રોડ ઉજ્જૈન એમપી વાળો પણ મળી આવતા પોલીસે સગીરાને કબજામાં લઈને આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં ઉજ્જૈન પોલીસને આરોપી તેમજ સગીરા સોંપ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.






Latest News