મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે શક્તિ કોમ્પલેક્ષના ત્રણ દુકાનદારોના એસીના કોપર પાઇપની ચોરી


SHARE







મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે શક્તિ કોમ્પલેક્ષના ત્રણ દુકાનદારોના એસીના કોપર પાઇપની ચોરી

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે આવેલ શક્તિ કોમ્પલેક્ષમાં ત્રણ દુકાનદારોએ પોતાના દુકાનની બહાર લગાવે એસીના કોપર (તાંબાના) ના પાઇપની અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તેઓએ પોલીસને જાણ કરી હતી જોકે બી ડિવિઝન પોલીસે રાબેતા મુજબ ચક્કર મારીને દુકાનદારોને સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આપી હતી..!

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નટરાજ ફાટક પાસેના શક્તિ કોમ્પલેક્ષ નામના કોમ્પલેક્ષની અંદર દુકાન ધરાવતા અશ્વિનભાઈ પંડ્યા કે જેઓ ગાયત્રી ઓટો એડવાઈઝર નામે દુકાન ધરાવે છે તેઓની દુકાનની બહાર રાખવામાં આવેલ એસીના કોપર પાઇપની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવેલ છે.તે રીતે જ બાજુમાં આવેલ યસ મોબાઈલ નામની રાજુભાઈની દુકાન અને તેની બાજુમાં આવેલ પિયુષભાઈ મહેતાની અરિહંત મલ્ટી સર્વિસ નામની ઓફિસ તથા અન્ય એક દુકાન એમ કુલ મળીને ચાર જેટલી દુકાનોની બહાર લગાવવામાં આવેલા એસીના કોપરના વાયરની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી જવામાં આવેલ છે.અત્રે નોંધનીય છે કે એકાદ મહિના પહેલા પણ આ જ કોમ્પલેક્ષમાં આ રીતે એસીના તાંબાના પાઇપ કાપીને ચોરી કરવાની ઘટના બની ચૂકેલ છે.હાલ ભોગ બનેલ દુકાનદારો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર ગયો હતો અને રાબેતા મુજબ તપાસ માટે આવીને અજાણ્યા ઇસમની સામે ચોરીનો ગુનો નોંધવાને બદલે દુકાનદારોને સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આપી હતી..! જોકે અગાઉ એક મહિના પહેલા અને બાદ હાલમાં થયેલ ચોરી સંદર્ભે કોઈ જાતની ફરિયાદ નોંધવામાં આવી નથી તે હકીકત છે.

અત્રે એ પણ નોંધનીય છે કે થોડા સમય પહેલા શહેરના સામાકાંઠે શક્તિ ચેમ્બર નામના કોમ્પલેક્ષની દુકાનોમાં પણ આ રીતે લગાવવામાં આવેલા એસીના મશીનમાંથી નીકળતી કોપરની પાઇપની કટીંગ કરીને ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ સહિતના કોમ્પલેક્ષની છત ઉપર લગાવવામાં આવેલા એસીના પાઇપ ચોરી જવાની ઘટના સામે આવી હતી.જોકે ચોરીના કોઇપણ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને જો કોઇ ચોર પકડાય તો ભોગ બનનારને બોલાવી બોલાવીને ફરીયાદો નોંધાવે છે તે નવી વાસ્તવિકતા છે..! જેના લીધે ચોર ઇસમોને છૂટોદોર મળી જતો હોય છે માટે મોરબીવાસીઓ અને ખાસ કરીને ચોરીના બનાવમાં ભોગ બનેલ દુકાનદારો પોલીસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે એસીના પાઇપની આ રીતે કટીંગ કરી ચોરી કરીને લઈ જતા અને જેના લીધે દુકાનદારોએ નવા પાઇપ, તેનો ફીટીંગ ચાર્જ અને તેમાં ગેસ ભરાવવા સહિતની જે આર્થિક નુકસાની ભોગવવી પડે છે તેને લઈને આવા ચોર ગેંગને જબ્બે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.






Latest News