મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યક્તિ ઉપર આઠ શખ્સોએ ધારીયા, છરી અને પાઇપ વડે કર્યો જીવલેણ હુમલો


SHARE











વાંકાનેરના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યક્તિ ઉપર આઠ શખ્સોએ ધારીયા, છરી અને પાઇપ વડે કર્યો જીવલેણ હુમલો

વાંકાનેરમાં હસનપર ગામે રહેતા યુવાને ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને યુવતીના કુટુંબીઓ દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે યુવાન અને તેની સાથે રહેલ બે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાન સહિતના ૩ વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓને માથામાં ૧૫થી ૨૦ જેટલા ટકા આવ્યા હતા અને એક વ્યક્તિને પેટના ભાગે ઇજા કરી હોવાથી જેથી ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે લાવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં આઠ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસ રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના હસનપરમાં રહેતા ભરતભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૩) એ હાલમાં પરબતભાઈ નાજાભાઇ, મશરૂભાઈ નાજાભાઇ, વિશાલભાઈ પરબતભાઈ, વિક્રમભાઈ પરબતભાઈ, બધાભાઈ હિંદુભાઈ, છગનભાઈ નાજાભાઇનો મોટો દીકરો અને બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી યુવાને આરોપીની કૌટુંબિક દીકરી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ ઉત્તમસિંહ અને રાહુલ ઉપર આઠ શખ્સો દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આ હુમલામાં ફરિયાદી ભરતભાઈ અને રોહિતને માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી તેઓને ગંભીર થઈ હોય ૧૫થી ૨૦ જેટલા ટાંકા તેઓને માથામાં આવ્યા હતા તેમજ ઉત્તમસિંહને પેટના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા ત્રણેય વ્યક્તિઓએ સારવાર લીધા બાદ ભરતભાઈ મુંધવાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ શખ્સો ની સામે રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News