મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે સ્મશાનમાંથી લોખંડનો ખાટલો- લાકડા ફાડવાના મશીનની ચોરી : ત્રણ શખ્સો સકંજામાં


SHARE







મોરબીના જેતપર ગામે સ્મશાનમાંથી લોખંડનો ખાટલો- લાકડા ફાડવાના મશીનની ચોરી : ત્રણ શખ્સો સકંજામાં

મોરબી તાલુકામાં લોકોના મકાન, દુકાન અને મંદિર સલામત નથી એવું તો અત્યાર સુધીમાં અનેક વખત જોવું મળેલ છે પરંતુ હવે તો સ્મશાન પણ સલામત નથી એવો ઘાટ સર્જાયો છે કારણકે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સ્મશાનમાંથી લોખંડની એંગલ વાળો ખાટલો અને લાકડા ફાડવા માટેનું લોખંડનુ મશીન ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં આ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મકાનમાંથી ચોરી કરનારા ત્રણ શખ્સોને સ્થાનિક લોકો દ્વારા રંગેહાથે ઝડપીને પોલીસને હવાલે કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા જાતે પટેલ (૪૧) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, જેતપર ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં અવલે લોખંડની એંગલ વાળો ખાટલો તેમજ લોખંડનું લાકડા ફાડવા માટેનું પીળા કલરનું મશીન જે બંનેની કુલ મળીને ૩૫૦૦ રૂપિયાની કિંમત થાય છે તેની ચોરી કરવામાં આવી હતી જે અંગેની જાણ થયા બાદ ગામના લોકો દ્વારા ગામ પાસેથી ત્રણ શખ્સોને સ્મશાનમાંથી ચોરી કરવા સાથે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં પોલીસે ચોરીની ફરિયાદ લઈને ગામના લોકોએ પકડીને આપેલા એક શખ્સને કબજામાં લઈને બીજા બે શખ્સોને પણ અટક કરી લેવાં આવેલ છે અને આ શખ્સો બોલેરો કાર નંબર જીજે ૩૬ ટી ૧૫૭૧ માં ચોરીનો મુદ્દામાલ લઈ જતા હોવાથી તે વાહનને પણ કબ્જે લેવામાં આવ્યું છે અને આ બનાવ અંગેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે. 

સગીરાનું અપહરણ 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનનાર સગીરાના પિતાએ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અક્ષય દિનેશભાઈ ડાભી જાતે કોળી રહે.વિજયનગર રણછોડનગરની બાજુમાં મોરબી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News