મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર-૨ અને હળવદની રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના હથિયાર ધારકોને હથિયાર જમા કરાવી દેવા


SHARE







મોરબીની ત્રાજપર-૨ અને હળવદની રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના હથિયાર ધારકોને હથિયાર જમા કરાવી દેવા

મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ પેટાચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા. આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ પેટાચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી. આ આદેશ ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તાર પુરતો જ લાગુ પડશે. 

સભા કે સરધસ ન કાઢવા હુકમ

મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ તથા હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછારે આગામી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.






Latest News