મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ નજીક જુગાર રમતા સાત જુગારી ૮૩,૫૦૦ નો મુદામાલ સાથે પકડાયા


SHARE







ટંકારાના નસીતપર ગામ નજીક જુગાર રમતા સાત જુગારી ૮૩,૫૦૦ નો મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૮૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કરીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સુરેશભાઇ હુંબલ, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરાને મળેલ બાતમી આધારે ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં થોરાળાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચા માર્ગે ઝાડ નીચે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રભુભાઇ કુંવરજીભાઇ બોરસાણીયા જાતે પટેલ (૬૦) રહે. નસીતપર, લખમણભાઇ મગનભાઇ બરાસરા જાતે પટેલ (પર) રહે. નસીતપર, શૈલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા જાતે પટેલ (૪૨) રહે. ખાનપર, નાનાલાલ ભાણજીભાઇ બરાસરા જાતે પટેલ (૫૭) રહે. નસીતપર, મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા જાતે કોળી (૩૫) રહે. નેસડા (ખા) ઇબ્રાહીમભાઇ ગુલાબભાઇ ચૌહાણ જાતે સિપાઇ (૫૬) રહે. નેસડા અને ભરતભાઇ છગનભાઇ કડીવાર જાતે પટેલ (૪૯) રહે. નસીતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી સાતેય આરોપીની રોકડા ૮૩,૫૦૦ સાથે ધરપકડ કરી હતી અને હાલમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવેલ છે






Latest News