મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર નજીક બાઈક આડે કૂતરું આવતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના ચાંચાપર નજીક બાઈક આડે કૂતરું આવતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ચાંચાપર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થતા બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં ઇજા પામેલા યુવાને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ચાચાપર ગામ તરફ રહેતા રામનારાયણભાઈ લાલજીભાઈ વર્મા (૨૧) પોતાના હવાલા વાળું બાઈક લઈને ગત તા. ૮/૩/૨૦૨૨ ના રોજ મોરબીના ચાચાપર ગામથી આગળના ભાગે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રામનારાયણભાઈ વર્માને ઇજાઓથી હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભીસરમાં રહેતા અર્જુનભાઈ પોપટભાઈ કુંઢીયા (૧૮) નામના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનને જમણા પગમાં તથા માથામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સત્યમ બે બ્રિજ નજીક બથેરો કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રંગપર ગામ પાસે આવેલ સાંઘો સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજકુમાર રામધાન કેવટ (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ના બનાવવાની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News