મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પરિવાર સાથે રહેતા અને મૂળ દાહોદના વતની એવા યુવાનની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે દાહોદનો યુવાન અપહરણ કરી જતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ ખાતે રહીને મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ઉઠાવી જવામાં આવતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે પંકજ રમેશભાઇ મેડા રહે.શબડાલ ગામ તા.જી.દાહોદ હાલ રહે.રફાળેશ્વર તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા કલમ ૨૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાને છોડાવવા તથા આરોપીને પકડવા માટે તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પોર્ટમાં આવેલ મોમાઈ કૃપા ખાતે રહેતા વનરાજસિંહ સુરુભા જાડેજા નામના યુવાનને રંગપર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સામા કાંઠે સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ખોલ્યું હતું કે ઇજાગ્રસ્ત વનરાજસિંહ કંપનીના કામે પીપળી થી રંગ પર તરફ જતા હતા ત્યારે રંગ પર નજીકના સીએનજી પમ્પ સ્થાન સામે ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બીજા પામી હતા અને જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ તેઓ સારવાર હેઠળ છે.

બાઈક સાથે ખૂંટીયો અથડાતા ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા મનુભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષનો યુવાન કામ સબબ બહાર ગયો હતો એને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે સામાકાંઠે પાવન પાર્ક સોસાયટી મેલડીમાતાના મંદિર નજીક તેઓનું બાઈક ખુંટીયા સાથે અથડાયું હતું જેથી ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રેની હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News